વટીલાધામમાં કોઈ ટ્રસ્ટ કે કોઈ સંસ્થા નથી અહીંયા સ્વયં વટીલા દાદા પ્રમુખ સ્થાને બિરાજમાન છે.
અહીંયા કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધા ચાલતી નથી, અહીંયા જોવા કે પૂછવામાં આવતું નથી દોરા-ધાગા બાંધવામાં આવતા નથી અહીંયા દાદાના દર્શન માત્રથી આવનાર ભક્તોના કલ્યાણ થાય છે.
અહીંયા ભકતશ્રીએ પોતાની જમીન તમારી શ્રદ્ધા આસ્થાને માન આપી સેવા માટે રાખેલ છે તો પર્યાવરણ ને નુકસાન કરતા કોઈપણ કાર્ય કરીને દાદા વટીલાની નજરમાં ગુનેગાર બનશો નહી.
વટીલાધામમાં દાદાને વ્યસન કરી આવનાર વ્યક્તિ બિલકુલ પસંદ નથી તો પાન-મસાલા ગુટખા જેવું કોઈ પણ વ્યસન આ વટીલાધામની ભુમી પર કરવું નહી.
અહીંયા દાદાના સેવાકાર્યો વટીલા ભક્ત મંડળ જે એક પરીવાર તરીકે રહે છે અને નિસ્વાર્થ સેવાઓ આપે છે તો આપ ભક્તોએ પણ સાથ સહકાર આપવા વિનંતી.
અહીંયા ધર્મભક્તિ સાથે દેશભક્તિને પણ એટલુ જ માન આપવામાં આવે છે દેશના કાયદા - કાનુનને માન આપવું જોઈએ, દેશની સરકારી સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ દેશની સેવા કરનાર દરેક કર્મચારીને માન આપવું જોઈએ દેશહિતના કાર્ય કરી આપણે આપણા દેશનું ઋણ અદા કરવું જોઈએ.